મૌની રોય
મૌની રોયનો જન્મ 28 સપ્ટેમ્બર 1985ના રોજ કૂચ બિહાર, પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેમના દાદા શેખર ચંદ્ર રોય જાણીતા થિયેટર કલાકાર હતા. તેની માતા મુક્તિ થિયેટર આર્ટિસ્ટ હતી અને તેમના પિતા અનિલ રોય કૂચ બિહાર જિલ્લા પરિષદના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ હતા. મૌની રોયે તેનું શાળાકીય શિક્ષણ કૂચ બિહારની બાબરહાટ કેન્દ્રીય વિદ્યાલય મેળવ્યું. જામિયા મિલ્લિયા ઈસ્લામિયામાંથી માસ કોમ્યુનિકેશન ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવ્યો પરંતુ તેનો અભ્યાસ પૂર્ણ કર્યો ન હતો.
મૌની રોય એક ભારતીય એક્ટ્રેસ, સિંગર, કથક નર્તકી અને મોડેલ છે, મૌની રોય મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે. તેને 2007માં ટીવી સીરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ’માં કૃષ્ણ તુલસીના રોલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ 2011 માં મૌની રોયને દેવો કે દેવ મહાદેવ શો સાથે સફળતા મળી, જેમાં મૌની રોયે સતીનો રોલ પ્લે કર્યો હતો.
મૌની રોયે જુનૂન, ઈશ્ક, જરા નચકે દિખા, પતિ પત્ની ઔર વો, ઝલક દિખલા જા 7, બોક્સ ક્રિકેટ લીગ 2 જેવી ઘણી ટીવી સિરિયલોમાં ભૂમિકાઓ ભજવી છે. મૌની રોયે થ્રિલર સીરીયલ નાગીન 1 (2015-16) માં નાગીનનો રોલ પ્લે કર્યો હતેો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. મૌની રોયે વર્ષ 2018માં ગોલ્ડ ફિલ્મથી હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું અને આ માટે મૌની રોયને બેસ્ટ ફીમેલ ડેબ્યુ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.