તબુ
બોલિવુડની ફેમસ એક્ટ્રેસ તબુ એ પોતાની એક્ટિંગથી બધાના દિલ જીત્યા છે. તેનું આખું નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે. તેનો જન્મ વર્ષ 1971માં થયો હતો. જો કે તેમના જન્મનું વર્ષ 1970 હોવાના પણ સંકેતો પણ મળે છે. તે જમાલ હાશ્મી અને રિઝવાનાની દીકરી છે. તબુના જન્મ પછી તરત જ તેના માતા-પિતાના છુટા છેડા થઈ ગયા હતા. તે શબાના આઝમીની ભત્રીજી થાય છે.
‘તબ્બુ’ હાશ્મીએ 15 વર્ષની ઉંમરે ફિલ્મ ‘હમ નૌજવાન’ (1985)થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે પહલા પહલા પ્યાર, પ્રેમ, હકિકત, સાજન ચલે સસુરાલ, કાલાપાની, બોર્ડર, હમ સાથ સાથ હૈ, બીવી નંબર-1, મા તુઝે સલામ, મૈ હું ના વગેરે જેવી ફિલ્મો કરી છે. તેને અજય દેવગન સાથે દ્રશ્યમ જેવી બ્લોક બસ્ટર મુવી પણ આપી છે.
તેણે ઘણી તમિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી ફિલ્મો તેમજ એક અમેરિકન ફિલ્મમાં કામ કર્યું છે, પરંતુ તેણે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેને બે વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે. હાલમાં પણ એકટ્રેસ બોલિવુડ સાથે કાર્યરત છે. તે ઘણા રિયાલિટી શોમાં ગેસ્ટ તરીકે પણ જોવા મળે છે.