યુપીએસસી
યુપીએસસી એવા ઉમેદવારો માટે પરીક્ષાઓનું આયોજન કરે છે કે જેઓ IAS, IPS, IRS, IFC સહીતના સનદી અધિકારી બનવાના સપના જુએ છે. યુપીએસસીનું પુરૂં નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે. યુપીએસસી પરીક્ષા પાસ કર્યા પછી, તમે સિવિલ સર્વિસ ઓફિસર બનીને દેશ માટે સેવાકીય યોગદાન આપી શકો છો. યુપીએસસી પરીક્ષાની તૈયારી માટે યોગ્ય આયોજન અને દિશાની જરૂર હોય છે. જો આ પરીક્ષાની તૈયારી આયોજન સાથે કરવામાં આવે તો સક્સેસ ચોક્કસપણે મળે જ છે.
યુપીએસસી એ ભારતની કેન્દ્રીય એજન્સી છે, જે સરકારી સેવાઓમાં ભરતી માટે સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) જેવી પરીક્ષાઓનું આયોજન કરે છે. યુપીએસસી ઉમેદવારોને સિવિલ સેવાઓ તેમજ સંરક્ષણ સેવાઓ બંનેમાં ભરતી કરે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દર વર્ષે ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીની પોસ્ટ માટે ભરતી પરીક્ષા લેવામાં આવે છે. દર વર્ષે લગભગ 13 થી 15 લાખ ઉમેદવારો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ભરતી પરીક્ષા માટે અરજી કરે છે.