Amreli Video : 2 મહિના પહેલા શરુ થયેલા નવા નક્કોર બ્રિજ પર પડ્યુ ગાબડું, સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલો
અમરેલીમાં નવા નક્કોર બ્રિજ પર ગાબડું પડ્યુ હોવાની ઘટના સામે આવી છે. માત્ર 2 મહિના પહેલા શરૂ થયેલા બ્રિજ પર મોટુ ગાબડું પડ્યું છે. આ વાત છે રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજની છે.
અમરેલીમાં નવા નક્કોર બ્રિજ પર ગાબડું પડ્યુ હોવાની ઘટના સામે આવી છે. માત્ર 2 મહિના પહેલા શરૂ થયેલા બ્રિજ પર મોટુ ગાબડું પડ્યું છે. આ વાત છે રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજની. બ્રિજ પર પડેલું આ ગાબડુ એ વાતની ચાડી ખાય છે કે બ્રિજના કામમાં લોટ-પાણીને લાકડા જેવો ઘાટ કરાયો છે.
બ્રિજની વચ્ચોવચ પડેલા ગાબડામાં સળિયા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેના કારણે જ નવા બ્રિજમાં ગાબડું પડ્યું છે. બ્રિજની ગુણવત્તા સામે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે. હલકી ગુણવત્તાની કામગીરીના કારણે બ્રિજના આવા હાલ થયાનો આરોપ લગાવ્યો છે.
Latest Videos