26 લોકસભા બેઠક પર 50 ટકા ઉમેદવારી ફોર્મ થયા રદ, જાણો ક્યાં કારણે રદ થયા ઉમેદવારી પત્રો, જુઓ વીડિયો
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાની આખરી તારીખ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે 26 લોકસભા બેઠક પર 50 ટકા ઉમેદવારી ફોર્મ રદ થયા છે. જાણો ક્યા જિલ્લામાંથી સૌથી વધારે ફોર્મ માન્ય ઠારવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાની આખરી તારીખ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે 28 લોકસભા બેઠક પર 50 ટકા ઉમેદવારી ફોર્મ રદ થયા છે. આ ફોર્મ ટેકનિકલ ક્ષતિઓના કારણે રદ થયા હોવાનું સામે આવ્યુ છે. 230થી વધુ ઉમેદવારોના ફોર્મ રદ ઠેરવવામાં આવ્યા છે. માન્યતા મેળવેલ ઉમેદવારોની સ્થિતિ બપોર સુધીમાં ક્લિયર થશે. 491માંથી 251થી વધુ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.
ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને જામનગરમાં સૌથી વધુ ઉમેદવારો માન્ય ઠર્યા છે. તેમજ ગાંધીનગર અને અમદાવાદ પૂર્વમાં 23-23 તો જામનગરમાં 21 ફોર્મ માન્ય છે. આ ઉપરાંત નવસારીમાં 19, કચ્છમાં 11, બનાસકાંઠામાં 14, પાટણમાં 11 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. હજુ પણ સોમવાર સાંજ સુધીમાં ચિત્ર વધુ સ્પષ્ટ થશે. જો કે સોમવારે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે.
Latest Videos