Ahmedabad Video : લારી ધારકોએ AMCના અધિકારી પર હુમલો કર્યોનો આરોપ, વાહનમાં તોડફોડ કરનારની અટકાયત
અમદાવાદના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો થયો છે. રસ્તા પર લારીઓ દ્વારા કરવામાં આવતુ દબાણ હટાવાની કામગીરી કરવા પહોંચેલા અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. શાકભાજી અને ફ્રુટની લારી ધારકોએ AMCની ટીમ પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે.
અમદાવાદમાં AMCના અધિકારી પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે. અમદાવાદના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો થયો છે. રસ્તા પર લારીઓ દ્વારા કરવામાં આવતુ દબાણ હટાવાની કામગીરી કરવા પહોંચેલા અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે.
શાકભાજી અને ફ્રુટની લારી ધારકોએ AMCની ટીમ પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. નોબલ નગર રોડ પર કોર્પોરેશન અધિકારીઓ પર હુમલો કર્યો છે. લારી ધારકોએ વાહનમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી તોડફોડ કરનાર શખ્સોની અટકાયત કરી છે. આ પ્રકારની ઘટના આ અગાઉ પણ અમદાવાદમાં બની હતી.
Latest Videos