અમિત ચાવડાએ રૂપાલા પર છોડ્યા વાક્બાણ, કહ્યુ પહેલા ગાળ બોલવાની પછી માફી માંગવાની- જુઓ વીડિયો

અમિત ચાવડાએ રૂપાલા પર છોડ્યા વાક્બાણ, કહ્યુ પહેલા ગાળ બોલવાની પછી માફી માંગવાની- જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2024 | 10:14 PM

આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ફાગવેલમાં ભાથીજી મહારાજના દર્શન કરી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. પ્રચારના પહેલા દિવસે જ અમિત ચાવડાએ રૂપાલા પર શબ્દોના તીર છોડ્યા હતા. ક્ષત્રિય સમાજ અંગે રૂપાલાના સામે આવેલા નિવેદન અંગે ચાવડાએ તેમને આડે હાથ લીધા હતા.

પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ માફી પણ માંગી લીધી છે. બીજી તરફ કોંગ્રેસ આ વિવાદને શાંત થવા દેવાના મુડમાં નથી અને આ વિવાદનો રાજકીય લાભ લેવા માગતું હોય તેવું લાગે છે. આજે આણંદ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ફરી પરસોતમ રૂપાલા પર પ્રહાર કર્યો છે. અમિત ચાવડાએ ખેડા જિલ્લામા આવેલા ફાગવેલમાં ભાથીજી મહારાજના દર્શન કરી પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. ચાવડાએ રૂપાલા પર નિશાન તાક્તા કહ્યું કે પહેલા ગાળ બોલવાની પછી માફી માગવાની આ ભાજપના નેતાઓની આદત છે.

વધમાં ચાવડાએ ઉમેર્યુ કે પહેલા લાફો મારવાનો અને પછી માફી માગવાની. તેમણે કહ્યુ ક્ષત્રિય સમાજ વિશે રૂપાલાએ કરેલા નિવેદનને હું વખોડુ છુ. તેમણે કહ્યુ તેમની માફી બાદ પણ સમાજમાં આક્રોશ છે.

ઉલ્લેખનીય છે કે આણંદ બેઠક પરથી ભાજપે સતત બીજીવાર મિતેશ પટેલને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે અમિત ચાવડાને ટિકિટ આપી છે. ત્યારે ફરી આ બેઠક પર પાટીદાર વર્સિસ ક્ષત્રિયનો જંગ જોવા મળશે. 2014થી આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે.

Input Credit- Dharmendra Kapasi

આ પણ વાંચો: મેર જ્ઞાતિમાં જન્મ, મિકેનિકલ એન્જિનિયર અને ત્રણવાર ધારાસભ્ય રહેલા અર્જુન મોઢવાડિયાને ભાજપે પેટાચૂંટણીમાં પોરબંદરથી આપી ટિકિટ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">