Surat : અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એક જૂના એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. રાત્રીના સમયે 30 વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જો કે બાજુમાં જ અન્ય એપાર્ટમેન્ટ પણ જર્જરિત હાલતમાં જ છે.
રાજ્યમાં કેટલીક વાર સ્લેબ ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં બની છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એક જૂના એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે.
રાત્રીના સમયે 30 વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જો કે બાજુમાં જ અન્ય એપાર્ટમેન્ટ પણ જર્જરિત હાલતમાં જ છે. છતા પણ લોકો તેમાં વસવાટ કરે છે. સ્લેબ ધરાશાયીની ઘટના સવારે બની હોત તો મોટી જાનહાની થવાની સંભાવના હતી.
દિવાલ ઘસી હતી
બીજી તરફ આ અગાઉ સુરતના વરાછા વિસ્તારમાં દિવાલ ઘસી પડી હતી. દિવાલ તૂટી પડતા 25 ગાડીઓનો કચ્ચરઘાણ નિકળ્યો હતો. જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
Latest Videos