Video : પોરબંદરની પેટાચૂંટણી માટે ભાજપે અર્જુન મોઢવાડિયાને આપી ટિકિટ, મોઢવાડિયાએ કહ્યુ- ઐતિહાસિક લીડથી ભાજપ વિજયી બનશે
ગુજરાતમાં 7 મેએ લોકસભા ચૂંટણીના મતદાનની સાથે જ 5 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ યોજાવાની છે. 4 કોંગ્રેસ, 1-1 અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે, ત્યારે હવે ભાજપે આ તમામ લોકોને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
ભાજપે ગુજરાતમાં પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે. જેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા, તે તમામને ટિકિટ અપાઈ છે. જેમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વિજાપુરથી સી.જે.ચાવડાને ટિકિટ અપાઈ છે. અર્જુન મોઢવાડિયાએ તેમનું નામ જાહેર થયા બાદ જણાવ્યુ હતુ કે, ઐતિહાસિક લીડથી ભાજપ વિજયી બનશે.
ગુજરાતમાં 7 મેએ લોકસભા ચૂંટણીના મતદાનની સાથે જ 5 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ યોજાવાની છે. 4 કોંગ્રેસ, 1-1 અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે, ત્યારે હવે ભાજપે આ તમામ લોકોને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.પોરબંદરની પેટાચૂંટણી માટે ભાજપમાંથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી છે. ઉમેદવારોની જાહેરાત બાદ અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો- Chhota Udepur : પાવીજેતપુરના ઉપસંરપચે RTI એક્ટિવિસ્ટ સામે 50 લાખની ખંડણી માગવાની નોંધાવી ફરિયાદ
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે આ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમજ સી આર પાટીલનો આભાર માનુ છું. આ વખતે ભાજપ ઐતિહાસિક લીડથી વિજયી બનશે. તેમણે પોરબંદરના વધુને વધુ વિકાસની નેમ લીધી હોવાનું જણાવ્યુ હતું.