Chhota Udepur : ભાજપ ઉમેદવાર જશુ રાઠવા આદિવાસી મેળામાં મન મૂકીને નાચ્યા, જુઓ Video
આદિવાસી પ્રજા હોળી,દિવાસો,નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોની પોતાની આગવી રીતે ઉજવણી કરે છે. હોળી આદિવાસીઓનો મોટામાં મોટો અને ખૂબ જ પ્રિય તહેવાર છે. ફાગણ સુદ એકમથી જ આ તહેવારની ઉજવણીની તૈયારી શરૂ થઈ જાય છે, ત્યારે છોટાઉદેપુરના દેવહાંટ ગામે ભંગૂરીયાના મેળામાં ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા સાથે હાલના લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા પહોંચ્યા હતા. જશુ રાઠવા આદિવાસી મેળામાં મન મૂકીને નાચ્યા હતા.

આદિવાસીઓ માટે હોળી સૌથી મહત્વનો તહેવાર મનાય છે. હોળી પૂર્વે અને પછી જુદીજુદી જ્ગ્યાએ મેળા યોજી આદિવાસીઓ હોળીની ઉજવણી કરે છે. હોળી પૂર્વે જે ગામમાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો ઉજવાય છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાના પારંપરિક વેશભૂષામાં નાચ ગાન કરી ભારે ઉત્સાહથી મેળાને માણે છે.
ગઇકાલે છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ ગામે ભંગુરિયાનો મેળો યોજાયો હતો. જેમાં છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુ રાઠવાની સાથે ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા આદીવાસી નૃત્ય ટીમલીની મજા માણી હતી.