અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર રહેશે કે જશે, આજે થઈ જશે ફેંસલો ?
જેની ઠુમમરના સોગંદનામા મુદ્દે ભાજપ દ્વારા જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તે અંગે આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની લીગલ ટીમને ચૂંટણી અધઇકારી દ્વારા બોલાવી છે. અમરેલી જિલ્લા કલેકટર દ્વારા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની લીગલ ટીમને સાંભળવામા આવશે ત્યાર બાદ તેઓ કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારીપત્ર અંગે નિર્ણય લેશે.
અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના ઉમેદવારી સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ભાજપે દાવો કર્યો છે કે, જેની ઠુમ્મરે સૌંગદનામામાં મિલ્કતનુ વિવરણ છુપાવ્યો છે. ભાજપે ઉઠાવેલા વિવાદ બાદ, સુરત બાદ અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર સામે પણ ઉમેદવારીને લઈને સસ્પેન્સ સર્જાયો છે. ભાજપે જેની ઠુમ્મરની ઉમેદવારી રદ કરવા જણાવ્યું છે.
બીજી બાજુ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા, જેની ઠુમમરના સોગંદનામા મુદ્દે ભાજપ દ્વારા જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તે અંગે આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની લીગલ ટીમને બોલાવી છે. કલેકટર દ્વારા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની લીગલ ટીમને સાંભળવામા આવશે ત્યાર બાદ તેઓ ઉમેદવારી અંગે નિર્ણય લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે પણ ઉમેદવારીપત્રને લઈને વિવાદ સર્જાયો છે. નિલેશ કુંભાણી પ્રકરણમાં ટેકેદારની સહીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.