Chhotaudepur : મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન જ વરસ્યો વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે છોટાઉદેપુરમાં વહેલી સવારે વરસાદના છાંટા પડ્યા છે. જો કે આજે કલેકટરની આગેવાનીમાં મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન કમોસમી વરસાદ વરસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે છોટાઉદેપુરમાં વહેલી સવારે વરસાદના છાંટા પડ્યા છે. જો કે આજે કલેકટરની આગેવાનીમાં મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન કમોસમી વરસાદ વરસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
બીજી તરફ ભરઉનાળે તાપી, ભાવનગર,સુરત તેમજ વલસાડમાં પણ કમોસમી વરસાદ થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના આંતરિયાળ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો.તો લોકોને ગરમીથી તો ચોક્કર રાહત તો મળી જ છે પણ વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
Latest Videos