બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, કહ્યું-બચત પડાવી લેવાની નીતિ
લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં દિયોદરમાં પ્રચાર સભા યોજી હતી. આ દરમિયાન સીઆર પાટીલે કોંગ્રેસ પર વારસાગત સંપત્તિ મુદ્દે પલટવાર કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ચૂંટણી પ્રચાર સભા યોજવામાં આવી હતી. દિયોદર તાલુકાના જાડા ગામે યોજાયેલી સભામાં સીઆર પાટીલે કોંગ્રેસ પર પલટવાર કરતું ભાષણ કર્યુ હતુ. વારસાગત સંપત્તિ મુદ્દે સીઆર પાટીલે પલટવાર કર્યો હતો અને કોંગ્રેસની નીતિ ખુલ્લી પડી ગઈ હોવાનું કહ્યુ હતુ.
બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે શિક્ષિત મહિલા પ્રોફેસર રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે. જેમના પ્રચાર માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિયોદર પહોંચ્યા હતા. જ્યાં દિયોદરમાં સીઆર પાટીલે કહ્યુ હતુ કે, કોંગ્રેસ લોકોની જિંદગીની બચત અને એકઠી કરેલી સંપત્તિને પડાવી લેવા માંગે છે. જે હડપીને તે કોને કોને આપી દેવા માંગે છે એવા સવાલ કર્યા હતા. 4 જૂન પછી ગઠબંધનના નેતાઓ જોવા પણ નહીં મળે.
આ પણ વાંચો: રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો