Mehsana Video : મતદાન જાગૃતિની રેલીમાં જોડાયા દિવ્યાંગ લોકો, મતદાન કરવાનો આપ્યો સંદેશ, જિલ્લાના તમામ મથક પર ઉપલબ્ધ રખાશે વ્હીલચેર
મહેસાણામાં પણ આવો જ એક કાર્યક્રમ યોજાયો. દિવ્યાંગ મતદારોને મતદાન મથક પર કાયમી ધોરણે વ્હીલચેર ઉપલબ્ધ કરાવનાર ગુજરાતનો પ્રથમ જિલ્લો મહેસાણા બન્યો છે. મહેસાણાના કુલ એક હજાર 37 મતદાન મથકો પર વ્હીલચેર ઉપલબ્ધ કરાવાઇ છે.
એક તરફ ચૂંટણી પ્રચારનો ધમધમાટ છે તો બીજી તરફ ચૂંટણીપંચ સમાજના સૌ કોઇ સરળતાથી મતદાન કરી શકે તે માટે કાર્યરત છે. ચૂંટણીપંચના ‘સમાવેશી ચૂંટણી’ ના સૂત્રને સાર્થક કરવા અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. મહેસાણામાં પણ આવો જ એક કાર્યક્રમ યોજાયો. દિવ્યાંગ મતદારોને મતદાન મથક પર કાયમી ધોરણે વ્હીલચેર ઉપલબ્ધ કરાવનાર ગુજરાતનો પ્રથમ જિલ્લો મહેસાણા બન્યો છે.
મહેસાણાના કુલ એક હજાર 37 મતદાન મથકો પર વ્હીલચેર ઉપલબ્ધ કરાવાઇ છે. મતદાન જાગૃતિ માટે જિલ્લા પંચાયત ભવન મહેસાણાથી સરદાર પટેલ સ્ટેડીયમ સુધી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. રેલીમાં દિવ્યાંગો પણ વ્હીલચેર સાથે જોડાયા. ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વ્હીલચેર ગોઠવીને સક્ષમ શબ્દનો લોગો બનાવી અચૂક મતદાન કરવાનો સંદેશ આપવામાં આવ્યો.
Latest Videos