હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ સભા મંડપ કરાયો તૈયાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરમાં વિશાળ સભા યોજનાર છે. સભાના આયોજન માટે તૈયારીઓ તડામાર ચાલી રહી છે. લગભગ 50 હેક્ટર વિસ્તારમાં સભા મંડપ સહિતનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ એક લાખ કરતા વધારે લોકો સભામાં ઉપસ્થિત રહે એ રીતે તૈયારીઓ કરવામાં આવી છે.
સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરમાં વિશાળ સભા યોજનાર છે. સભાના આયોજન માટે તૈયારીઓ તડામાર ચાલી રહી છે. લગભગ 50 હેક્ટર વિસ્તારમાં સભા મંડપ સહિતનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ એક લાખ કરતા વધારે લોકો સભામાં ઉપસ્થિત રહે એ રીતે તૈયારીઓ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બપોર બાદ મંગળવારે યોજાનાર છે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ઉપરાંત, મહેસાણા અને અમદાવાદથી પણ લોકો ઉપસ્થિત રહેશે. મોટે ભાગે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ અને ગામડાઓમાંથી લોકો ઉપસ્થિત રહેશે. આ માટે બંને જિલ્લા અને પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીના આગમન માટે ચાર હેલિકોપ્ટર ઉતરી શકે એ માટે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ લોકો માટે ત્રણ વિશાળ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો