Ahmedabad Video  : ચાલુ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ઘૂસી મહેન્દ્ર સિંઘ ધોનીના ચરણમાં શીશ ઝૂકાવનાર યુવકની ધરપકડ, જાણો સંપૂર્ણ માહિતી

Ahmedabad Video : ચાલુ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ઘૂસી મહેન્દ્ર સિંઘ ધોનીના ચરણમાં શીશ ઝૂકાવનાર યુવકની ધરપકડ, જાણો સંપૂર્ણ માહિતી

Harin Matravadia
| Edited By: | Updated on: May 11, 2024 | 1:22 PM

અમદાવાદના મોટેરામાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલ શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીલની મેચ યોજાઈ હતી. ત્યારે મેચ જોવા માટે આવેલી ભીડમાંથી એક યુવક પોલીસ બંદોબસ્ત તોડીને ચાલુ મેચ દરમિયાન મેદાનમાં ધૂસી જનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના મોટેરામાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલ શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીલની મેચ યોજાઈ હતી. ત્યારે મેચ જોવા માટે આવેલી ભીડમાંથી એક યુવક પોલીસ બંદોબસ્ત તોડીને ચાલુ મેચ દરમિયાન મેદાનમાં ઘૂસ્યો હોવાની ઘટના બની હતી. યુવક ચાલુ મેચમાં મેદાન પહોંચીને ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંઘ ધોનીના ચરણમાં શીશ ઝુકાવ્યુ હતુ.

ધોનીનો ફેન્ સ્ટેડીયમમાં ઘુસી જતા ફરી એક વાર સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. આ સાથે જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પીચ સુધી પહોંચનાર યુવક ભાવનગરનો હોવાનું સામે આવ્યુ છે. ભાવનગરનો જય જાની નામનો યુવક ગ્રાઉન્ડ પર આવી પહોંચ્યો હતો. જેના પગલે અમદાવાદ EOW ક્રાઈમ બ્રાન્ચમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાતા પોલીસે જય જાનીની ધરપકડ કરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 11, 2024 12:46 PM
g clip-path="url(#clip0_868_265)">