Morbi Video : સીટ કવર બનાવતી ફેકટરીમાં લાગેલી આગ હજુ પણ ચાલુ, આગની લપેટમાં બાજુની ફેક્ટરી પણ આવી

Morbi Video : સીટ કવર બનાવતી ફેકટરીમાં લાગેલી આગ હજુ પણ ચાલુ, આગની લપેટમાં બાજુની ફેક્ટરી પણ આવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2024 | 4:50 PM

મોરબીમાં ફરી એક વાર આગની ઘટના સામે આવી છે. મોરબીમાં સીટ કવર બનાવતી ફેકટરીમાં લાગેલી આગને 24 કલાક થઈ ગયા છે. પરંતુ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. વિકરાળ આગની લપેટમાં બાજુની ફેક્ટરી પણ આવી ગઈ છે.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે મોરબીમાં ફરી એક વાર આગની ઘટના સામે આવી છે. મોરબીમાં સીટ કવર બનાવતી ફેકટરીમાં લાગેલી આગને 24 કલાક થઈ ગયા છે. પરંતુ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. વિકરાળ આગની લપેટમાં બાજુની ફેક્ટરી પણ આવી ગઈ છે.

પવનપુત્ર ફેકટરી પણ આગની ઝપેટમાં આવી ગઈ છે. ભીષણ આગમાં બંને ફેક્ટરીનો માલ સમાન બળીને ખાખ થઈ ગયો છે. રફાળેશ્વર પાસે વિનાયક કોર્પોરેશનમાં ગઈકાલે  ભીષણ આગ લાગી હતી. મોરબી, વાંકાનેર અને રાજકોટ ફાયર વિભાગ 24 કલાકથી સતત આગ ઓલવવાની કામગીરી કરી રહ્યું છે.

બીજી તરફ આ અગાઉ પંચમહાલના ગોધરાની GIDCમાં દૂધની બનાવટો બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. ગોધરા ખાતે આવેલી ફેકટરીના ત્રીજા માળે આઈસ્ક્રીમના ગોડાઉનમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવામાં આવ્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">