સોનિયાજીએ રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું, છત્તા લેન્ડ ના થયું, દમણમાં બોલ્યા અમિત શાહ
અમિતશાહ હાલ લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે દમણ પહોચ્યાં છે જ્યાં તેમણે જનસભા સંબોધી હતી આ દરમિયાન તેમણે ભાજપે 10 વર્ષમાં કરેલા કામોની વાત કરી હતી અને આ સાથે કોંગ્રેસ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.
દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ચૂંટણીને લઈને જોર-શોરમાં પ્રચાર ચાલી રહ્યો છે જેને લઈને વિવિધ પાર્ટીઓના નેતા જંગી પ્રચાર કરી રહ્યા છે અને જનસભા સંબોધી મતદાતાઓને રિઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન દેશના ગૃહપ્રધાન અમિત શાહ દમણમાં પ્રચાર માટે પહોચ્યાં હતા. જ્યાં રોડ શો કરી જનસભા સંબોધી હતી.
અમિતશાહ હાલ લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે દમણ પહોચ્યાં છે જ્યાં તેમણે જનસભા સંબોધી હતી આ દરમિયાન તેમણે ભાજપે 10 વર્ષમાં કરેલા કામોની વાત કરી હતી અને આ સાથે કોંગ્રેસ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે આ દરમિયાન રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો કે મોદીજી 5 વર્ષમાં કેસ પણ જિત્યોને રામ મંદિરનું ભૂમિ પૂજન અને પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી. 12 કરોડ શૌચાલય બનાવ્યા, 4 કરોડ લોકોને ઘર આપ્યું આ સાથે 10 કરોડ લોકોને ઉજ્વલાનું કનેક્શન આપ્યું.
આ સાથે શાહે કોરોનાની રસીને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ એ સમયે કહી રહી હતી કે કોરોનાની રસી ના લો આ મોદીની રસી છે. આ બાદ શાહે રાહુલ ગાંધી પર મોટી વાત કહી હતી કે આપણે એક વાર ચંદ્રયાન લોન્ચ કર્યું અને પહેલી જ વારમાં તે દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ થઈ ગયું પણ રાહુલ નામનું યાન જે સોનિયાજીએ 20-20 વખત લોન્ચ કર્યું પણ લેન્ડ થવાનું નામ નથી લઈ રહ્યું અને 21મો ટ્રાયલ છે ત્યારે આપણને ખબર છે આ વખતે પણ ક્રેશ થઈ જશે.