Video : વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, કુંભારીયા કેન્દ્રનું પરિણામ 97.2 ટકા આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ

Video : વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, કુંભારીયા કેન્દ્રનું પરિણામ 97.2 ટકા આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2024 | 12:36 PM

આજે ધોરણ - 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના કુંભારિયામાં 97.2 ટકા આવ્યુ છે. બનાસકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું 88.83 ટકા પરિણામ આવ્યુ છે.

આજે ધોરણ – 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના કુંભારિયામાં 97.2 ટકા આવ્યુ છે. બનાસકાંઠામાં વિજ્ઞાન પ્રવાહનું 88.83 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે સામાન્ય પ્રવાહનું 94.61 ટકા પરિણામ આવ્યા છે.

બનાસકાંઠા  જિલ્લામાં પણ વિદ્યાર્થીઓમાં હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી 127 શાળાઓ છે. વિજ્ઞાન પ્રવાહમાં A ગ્રુપનું પરિણામ 90.11 ટકા,B ગ્રુપનું પરિણામ 78.34 ટકા,AB ગ્રુપનું પરિણામ 68.42 ટકા આવ્યુ છે. જ્યારે નિયમિત વિદ્યાર્થીનું પરિણામ 82.53 ટકા અને નિયમિત વિદ્યાર્થિનીનું 82.35 ટકા પરિણામ આવ્યુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">