ગુજરાતમાં હીટવેવની આગાહી વચ્ચે આ દિવસે પડશે વરસાદ, આ જિલ્લાઓમાં મળશે ગરમીથી રાહત, જુઓ Video

ગુજરાતમાં હીટવેવની આગાહી વચ્ચે આ દિવસે પડશે વરસાદ, આ જિલ્લાઓમાં મળશે ગરમીથી રાહત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2024 | 3:17 PM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં સૂકુ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેમજ આગામી 2 દિવસ ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં આ તારીખે કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં સૂકુ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેમજ આગામી 2 દિવસ ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.બીજી કાળઝાળ ગરમી વચ્ચે બનાસકાંઠાના અંબાજીમાં વરસાદ વરસ્યો છે. આ તરફ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવુ અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. આ સાથે જ વડોદરા, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

Gujarat Election 2024 LIVE Updates: ગુજરાતમાં લોકસભા ચૂંટણી વચ્ચે અમી છાંટણા, અંબાજી પંથકમાં ઝરમર વરસાદ

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">