આજનું હવામાન : જાણો આજે રાજ્યમાં કેટલુ રહેશે મહત્તમ તાપમાન, ક્યારે પડશે કમોસમી વરસાદ, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 10 અને 11 એપ્રિલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 10 અને 11 એપ્રિલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે 10 એપ્રિલે દાહોદ,છોટાઉદેપુર,નર્મદામાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 11 એપ્રિલે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ માવઠાની આગાહી કરી છે.
રાજ્યમાં આજે એટલે કે રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહે તેવી શક્યતા છે. તેમજ વડોદરા અને રાજકોટમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગરમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદર, ભૂજ, પાલનપુરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ વલસાડમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.