ક્ષત્રિય સમાજના વિરોધને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયુ, ફાયર વિભાગની ટીમ પણ કમલમમાં સ્ટેન્ડ બાય, જુઓ Video
પરશોત્તમ રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં છે. ગુજરાતના કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતે આજે બપોરે કમલમનો ઘેરાવો કરવાની ઉચ્ચારી છે. જેના પગલે આજે સમગ્ર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ છે.મહિલા પોલીસ સહિત વિવિધ એજન્સીઓને ગાંધીનગરમાં ખડકી દેવામાં આવી છે.

ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે કમલમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. મોટી સંખ્યામાં ક્ષત્રિયોને કમલમ પહોંચવા રાજ શેખાવતે હુંકાર કર્યો છે. રાજ શેખાવતના જણાવ્યા અનુસાર ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયો કમલમ પહોંચશે, ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય “કમલમ” છાવણીમાં ફેરવાઇ ગયુ છે. મહિલા પોલીસ સહિત વિવિધ એજન્સીઓ ખડકાઈ છે.
આ પણ વાંચો-આજનું હવામાન : રાજ્યમાં વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી, માવઠા બાદ પડશે આગઝરતી ગરમી, જુઓ વીડિયો
ગાંધીનગર અને ખાસ કરીને કમલમ ખાતે સલામતી શાખા, SRP, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ ખડેપગે જોવા મળી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ પણ કમલમમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.