આજનું હવામાન : રાજ્યમાં માર્ચ મહિનામાં જ મે જેવી કાળઝાળ ગરમીની આગાહી, જાણો ક્યા જિલ્લામાં કેટલુ રહેશે તાપમાન, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કાળઝાળ ગરમી પડે તેવી સંભાવના છે. માર્ચ મહિનામાં જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. માર્ચ મહિનામાં જ મે અને જૂનમાં પડતી ગરમી જેવો અહેસાસ થાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કાળઝાળ ગરમી પડે તેવી સંભાવના છે. માર્ચ મહિનામાં જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. માર્ચ મહિનામાં જ મે અને જૂનમાં પડતી ગરમી જેવો અહેસાસ થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં હજૂ પણ ગરમીનો કહેર જોવા મળી શકે છે.
ગુજરાતના 3 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.‘રાજ્યમાં બે દિવસ માટે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ રહેશે.આ સાથે ‘પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો નોંધાશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભરુચ, બોટાદ, મોરબી, નર્મદા, રાજકોટ, તાપી સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ,ખેડા, નવસારી,સુરેન્દ્નનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.