Loksabha Election 2024 : ક્ષત્રિય પ્રભાવિત બેઠક પર કેવુ રહ્યું મતદાન ?  ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ, જુઓ Video

Loksabha Election 2024 : ક્ષત્રિય પ્રભાવિત બેઠક પર કેવુ રહ્યું મતદાન ? ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2024 | 1:08 PM

રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું.ગુજરાતમાં 59.51 ટકા મતદાન થયુ છે.જો ગઈ ચૂંટણીની સરખામણી કરીએ તો આ વર્ષે 05.2 ટકા ઓછું મતદાન થયું છે. 2019 લોકસભામાં ગુજરાતમાં 64.51 ટકા મતદાન થયું હતું.

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં યોજાયેલ મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું. ગુજરાતમાં 59.51 ટકા મતદાન થયુ છે. જો લોકસભાની ગત 2019માં યોજાયેલ સામાન્ય ચૂંટણી સાથે 2024ની ચૂંટણીની સરખામણી કરીએ તો, આ વર્ષે 05.2 ટકા મતદાન ઓછું થયું છે. 2019 લોકસભામાં ગુજરાતમાં 64.51 ટકા મતદાન થયું હતું. અમદાવાદના જમાલપુર, ખાડિયા, દરિયાપુરમાં મતદાન ઘટ્યુ છે. દાણીલીમડામાં 2024માં 56.82 ટકા મતદાન થયુ છે.

જ્યારે 2019માં 61 ટકા મતદાન થયુ હતુ. વેજલપુરમાં 2019માં 63.19 ટકા મતદાન થયુ હતુ, જ્યારે આ વર્ષે એટલે કે લોકસભા 2024ની ચૂંટણીમાં વેજલપુરમાં 2024માં 56.89 ટકા મતદાન થયુ છે. આ ઉપરાત જમાલપુરમાં 2019માં 56.89 ટકા મતદાન થયુ હતુ. જ્યારે જમાલપુરમાં 2024માં 54.63 ટકા મતદાન થયુ છે.

આ તરફ આણંદમાં 2019માં 66.79 ટકા મતદાન થયુ હતુ, જ્યારે 2024માં 63.93 ટકા મતદાન થયુ છે. રાજકોટમાં 63.15 ટકા મતદાન થયુ હતુ જ્યારે 2024માં 59.60 ટકા મતદાન થયુ છે.

ક્ષત્રિય પ્રભાવી બેઠક પર કેવું મતદાન?

2019 2024
આણંદ 66.79 % 63.93%
ખેડા 60.68 % 57.43%
કચ્છ 58.22 % 55.05%
જામનગર 60.68 % 57.17%
પોરબંદર 56.79 % 51.79
રાજકોટ 63.15 % 59.60%
ભાવનગર 58.41 % 52.01%
સુરેન્દ્રનગર 57.85 % 54.77%

કોંગ્રેસ પ્રભાવિત બેઠક પર મતદાન વધ્યુ

કોંગ્રેસ પ્રભાવિત બેઠક પર મતદાન વધ્યુ છે. 2019માં બનાસકાંઠામાં 64.69 ટકા મતદાન થયુ હતુ. જ્યારે 2024માં બનાસકાંઠામાં 68.44 ટકા મતદાન થયુ છે. ગત ચૂંટણી કરતા 3.75 ટકા મતદાન વધ્યું છે.

ભાજપ પ્રભાવિત વિસ્તારમાં મતદાન ઘટ્યું

અમદાવાદના ઘાટલોડિયામાં 6.11 ટકા મતદાન ઘટ્યું. જ્યારે એલિસબ્રિજમાં 5.77 ટકા મતદાન ઘટ્યું. તેમજ નારણપુરામાં 7.85 ટકા મતદાન ઘટ્યું. આ ઉપરાંત મણીનગરમાં 6.34 ટકા મતદાન ઘટ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 08, 2024 01:08 PM
g clip-path="url(#clip0_868_265)">