Banaskantha : દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર, જુઓ Video
લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે આજે છેલ્લો દિવસ છે. આજે સાંજે 6 વાગ્યા સુધી રાજકીય પાર્ટીના નેતાઓ મત માટે જાહેર પ્રચાર કરી શકશે. ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે દાંતાના હડાદ ગામમાં પ્રચાર કર્યો છે.
લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંટણીની 7 મેના રોજ યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ આજે અંતિમઘડીનો પ્રચાર કરી રહી છે. ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદરવાર ગેનીબેન ઠાકોરે દાંતામાં પ્રચંડ પ્રચાર કર્યો છે.
બનાસકાંઠાના દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. પ્રચારના અંતિમ દિવસે ગેનીબેન ઠાકોરનો દાંતાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં પ્રચાર કર્યો છે.
શક્તિસિંહ ગોહિલ હડાદ અને અમીરગઢ ખાતે સભાને સંબોધી છે.બીજી તરફ પ્રચારના છેલ્લા દિવસે અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે બાઈક રેલી યોજીને પ્રચાર કર્યો છે.આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા..
( વીથ ઈનપુટ – અતુલ ત્રિવેદી )
Published on: May 05, 2024 02:50 PM
Latest Videos