અમરેલી બેઠક પર 37.82 ટકા સાથે સૌથી ઓછું મતદાન, રાજકીય પક્ષો મુકાયા ચિંતામાં, જુઓ-Video
અમરેલીની આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભરત સુતરીયા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેની ઠુમ્મર મેદાને ઉતર્યા છે. ત્યારે લેઉવા પાટીદારની બહુમતી ધરાવતી આ બેઠકમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર આંતરિક જુથબંધી છે. તેમાં પણ ઓછું મતદાન થતા હવે રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે.
લોકસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાતભરમાં મતદાન થયું હતુ જેમાં અનેક મતદારો વહેલી સવારથી મતદાન કરવા પહોચી ગયા હતા. આ સાથે કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારો મતદાન કરતા જોવા મળ્યા હતા. ત્યારે ગુજરાતમાં 5 વાગતા સુધીમાં ગુજરાતમાં 55.22 ટકા મતદાન થયા હોવાની વિગતો મળી રહી છે ત્યારે 2019ની સરખામણીએ આ વખતે ઓછું મતદાન જોવા મળી રહ્યું છે. ત્યારે સૌથી ઓછું મતદાન આ વખતે અમરેલી બેઠક પર જોવા મળી રહ્યું છે.
અમરેલી બેઠક પર સૌથી ઓછું મતદાન
તમને જણાવી દઈએ આ વખતે 2019ની સરખામણીમાં ઓછું મતદાન થવાના કારણે રાજકીય પક્ષો ચિંતામાં આવી ગયા છે. ત્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર થયું છે જ્યાં માત્ર 37.82 ટકા મતદાન થયું છે.
રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા
આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભરત સુતરીયા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેની ઠુમ્મર મેદાને ઉતર્યા છે. ત્યારે લેઉવા પાટીદારની બહુમતી ધરાવતી આ બેઠકમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર આંતરિક જુથબંધી છે. તેમાં પણ ઓછું મતદાન થતા હવે રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે.
આ પણ વાંચો : અનોખું મતદાન મથક ! જૂનાગઢના ગીરમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતુ બનાવાયું મતમથક, જુઓ-Photo