મહીસાગર: કડાણા તાલુકાના રાકાકોટ, જોગણ અને ઢીંગલવાડા વિસ્તારના જંગલોમાં આગ, લાઈવ વીડિયો આવ્યા સમે
મહીસાગરના કડાણાના અલગ અલગ 3 જંગલ વિસ્તારમાં આગ લાગી છે. રાકાકોટ, જોગણ અને ઢીંગલવાડા જંગલ વિસ્તારમાં આગની ઘટના બની છે. જેમાં જંગલમાં લાગેલી ભીષણ આગમાં વનરાજી બળીને ખાખ થઈ છે. આગમાં વન્યજીવના જાનમાલને નુકસાન થયાની શક્યતા છે.
મહીસાગરના કડાણા તાલુકાના રાકાકોટ, જોગણ અને ઢીંગલવાડા વિસ્તારના જંગલોમાં આગ લાગી છે. અગમ્ય કારણોસર લાગેલી વિકરાળ આગમાં ફેરવતાં વનરાજી બળીને ખાખ થઈ હતી.
વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ ફેલાયો છે. એક બાદ એક અનેક વિસ્તારમાં આગ પ્રસરી પણ વન વિભાગના દ્વારા આગ રોકવા કોઈ પ્રયાસ હાથ ધરવામાં ન આવ્યો હોવાની રાવ છે. જંગલ બળીને ખાખ થયા છે. આ ઘટનાના લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે.
અલગ અલગ 3 જંગલ વિસ્તારમાં આગની ઘટનાને કારણે ચિંતા વધી છે. રાકાકોટ, જોગણ અને ઢીંગલવાડા જંગલ વિસ્તારમાં આગની ઘટના છે. લાગેલી ભયાનક આગમાં અનેક વન્ય પ્રાણીઓને પણ નુકશાન થયું હોવાની આશંકા છે. સમગ્ર ઘટનાને પગલે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
Latest Videos