Rajkot Video : ગોંડલમાં આવેલા બાયો ડીઝલના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

Rajkot Video : ગોંડલમાં આવેલા બાયો ડીઝલના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 29, 2024 | 11:32 AM

રાજકોટના ગોંડલમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. રાજકોટના ગોંડલ જામવાડી ગામ પાસે આવેલા બાયો ડીઝલના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. શિવ શક્તિ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં પડેલા ટેન્કરમાં લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ છે.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટના ગોંડલમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. રાજકોટના ગોંડલ જામવાડી ગામ પાસે આવેલા બાયો ડીઝલના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. શિવ શક્તિ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં પડેલા ટેન્કરમાં લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ છે.આગ લાગતા જ ગોંડલ, જેતપુર, રાજકોટ, માર્કેટિંગ યાર્ડના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ ન થઈ નથી.

બીજી તરફ આજે સુરતમાં ડુમ્મસ વિસ્તારમાં આગ લગતા દોડધામ મચી ગઈ હતી. વિસ્તાર ઇમરજન્સી સાયરનોના અવાજથી ગુંજી ઉઠ્યો હતો અને ફાયર બ્રિગેડની ગાડીઓ દોડધામ કરતી નજરે પડી રહી હતી. સ્થાનિક વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">