મહેસાણાઃ ભાજપના ઉમેદવાર હરી પટેલની કાર્યકરોને ટકોર, દરેક કાર્યકર પોતાને ઉમેદવાર સમજે
હેસાણા ભાજપના ઉમેદવાર હીરા પટેલે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેઓએ કાર્યકરોની સાથે વાર્તાલાપ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટી અને હાઇકમાન્ડનો તેમણે આભાર માન્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, ભાજપના દરેક કાર્યકર પોતાને જ ઉમેદવાર સમજે અને એમ સમજીને જ મહેનત કરે. મોટી લીડથી વિજયી રહેવા માટે તેઓએ દરેક કાર્યકરને મહેનત કરવા માટે કહ્યુ હતુ.
મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે કાર્યકરોએ પ્રથમ બેઠકમાં જ કહ્યુ છે કે, તેઓ પોતાને જ ઉમેદવાર સમજીને મહેનત કરે. હોળીના દિવસે જ કાર્યકરો સાથે મહેસાણા ભાજપના ઉમેદવાર હીરા પટેલે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેઓએ કાર્યકરોની સાથે વાર્તાલાપ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટી અને હાઇકમાન્ડનો તેમણે આભાર માન્યો હતો.
આ પણ વાંચો: સાબરકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો
ભાજપે તેમને પાયાના કાર્યકર રુપે ટિકિટ આપી છે. તેઓએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા કાર્યકરોને સમક્ષ પોતાની લાગણીઓને વ્યક્ત કરતી વાત કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, ભાજપના દરેક કાર્યકર પોતાને જ ઉમેદવાર સમજે અને એમ સમજીને જ મહેનત કરે. મોટી લીડથી વિજયી રહેવા માટે તેઓએ દરેક કાર્યકરને મહેનત કરવા માટે કહ્યુ હતુ. વર્તમાન સાંસદ શારદાબેન પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન રજની પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને આગેવાનો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Mar 26, 2024 09:16 AM
Latest Videos