Gir Somnath Video : વેરાવળ પંથકમાં લગ્ન પ્રસંગમાં શ્રીખંડ અને છાશથી 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

Gir Somnath Video : વેરાવળ પંથકમાં લગ્ન પ્રસંગમાં શ્રીખંડ અને છાશથી 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2024 | 2:52 PM

ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં શ્રીખંડ ખાવા અને છાશ આરોગવાથી 200થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગ થયુ છે. વેરાવળના માથાસુરી ગામે આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. 50 જેટલા બાળકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળ્યો છે.

રાજ્યમાં આગ ઝરતી ગરમીના પગલે રોગચાળો વકર્યો છે. ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં શ્રીખંડ અને છાશ આરોગવાથી 200થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગ થયુ છે. વેરાવળના માથાસુરી ગામે આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે.50 જેટલા બાળકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળ્યો છે. તાલાળા હોસ્પિટલના બેડ ખૂટી પડતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જો કે તમામ લોકોની તબિયત સુધારા પર છે.

બીજી તરફ આ અગાઉ રાજકોટના ગોંડલમાં અક્ષરમંદિરમાં આવેલા પ્રવાસી અને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે સવારે કુલ 60 લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. જેમાંથી સ્વામિનારાયણ ગુરૂકુળના 30 વિદ્યાર્થીઓની તબિયત વધારે લથડી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">