પ્રિયંકા ગાંધીની વલસાડ રેલી પહેલા મુકુલ વાસનિક આવ્યા અમદાવાદ, ગુજરાતની 10થી વધુ બેઠકો જીતવાનો કર્યો દાવો- Video
ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 5 મે સુધી તેઓ ગુજરાતની દરેક લોકસભા વિસ્તારમાં જશે. આવતીકાલે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર અર્થે આવી રહ્યા છે. જેને પગલે મુકુલ વાસનિક આજે જ અમદાવાદ આવી પહોંચ્યા છે.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક ગુજરાતની મુલાકાતે છે ત્યારે 5 મે સુધી ગુજરાતની દરેક લોકસભામાં જશે. સાથે જ મુકુલ વાસનિકે PM મોદી પર આકરા પ્રહાર કર્યા. વાસનિકે કહ્યુ PM મોદી નિમ્નકક્ષાનું રાજકારણ કરી રહ્યા છે અને દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાથે જ કહ્યું મલ્લિકાર્જુન ખરગેએ તેમના ઘોષણાપત્રને લઈને પીએમ મોદીને પત્ર લખ્યો છે. પીએમ મોદીએ અમારુ ઘોષણાપત્ર વાંચ્યુ નથી. આ સાથે તેમણે ભાજપના સંકલ્પ પત્ર મુદ્દે પ્રહાર કર્યા કે મોદી ગેરંટીની વાતો પોકળ છે.
27 એપ્રિલે વલસાડમાં અનંત પટેલ માટે પ્રચાર કરશે પ્રિયંકા ગાંધી
વાસનિકો દાવો કર્યો કે ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન 10થી વધુ બેઠકો જીતશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે સવારે વલસાડમાં પ્રિયંકા ગાંધી પ્રચાર માટે આવી રહ્યા છે. ધરમપુરમાં પ્રિયંકાની ચૂંટણી જનસભા યોજાવાની છે. વલસાડમાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અનંત પટેલ માટે પ્રિયંકા ગાંધી પ્રચાર કરશે.
પ્રિયંકા ગાંધીની સભા દરમિયાન ગુજરાત કોંગ્રેસના આગેવાનો જશે વલસાડ
ત્યારે ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનિક અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિં ગોહિલ તેમજ વરિષ્ઠ આગેવાનો અને લોકસભાના ઉમેદવારો જાહેરસભામાં હાજર રહેશે. પ્રિયંકાની મુલાકાત સંબંધે વાસનિકે જણાવ્યુ હતુ કે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી બંને ગુજરાતમાં પ્રચાર અર્થે આવશે.
આ પણ વાંચો: ધોરણ 10 અને 12 માટે શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય, નાપાસ થનારા વિદ્યાર્થીઓને મળશે વધુ રાહત, જાણો