ગુજરાતમાં પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરાશે, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
ગુજરાતમાં આગામી સમયમાં પ્રવાસી ક્ષેત્રે વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. આગામી સમયમાં ગુજરાત અને મધ્ય પ્રદેશ વચ્ચે ક્રુઝ સેવા શરુ કરવામાં આવશે. જેના પગલે મધ્યપ્રદેશ ટુરિઝમ અને ગુજરાત સરકાર સાથે કરાર થયા છે.
દેશમાં છેલ્લા કેટલાક સમયથી પર્યટનક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે.ત્યારે આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ક્રુઝ સેવા શરુ કરવામાં આવશે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના કુક્ષી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ ક્રુઝ અવર જવર કરશે. મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડે અને ગુજરાત સરકાર સાથે કરાર થયા છે. નર્મદા નદી પર ક્રુઝ 120 કિલોમીટરની યાત્રા કરશે તેવી જાણકારી મળી રહી છે. મધ્યપ્રદેશ અને ગુજરાતને 2 ફ્લોટિંગ જેટી આપવામાં આવશે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ક્રુઝ ટુરિઝમ દિવાળી સુધીમાં શરુ થઈ શકે છે.
Latest Videos