ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ વડોદરાના નેતાઓની કાઢી ઝાટકણી, કહ્યું- જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, જુઓ-video
બી.એલ સંતોષે ભાજપના જિલ્લા અને શહેરના ભાજપના નેતાઓને તેમની કામગીરીને લઈને ખખડાવ્યા હતા. તેમણે આ દરમિયાન નેતાઓને કહ્યું કે તમે મતદારોને મળ્યા જ નથી, માત્ર જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે.આ સાથે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ કહ્યું કે તમારી કામગીરીથી હું સંતુષ્ટ નથી અને બધુ જ જાણું છું
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ વડોદરા ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી છે. બી એલ સંતોષે ભાજપના જિલ્લા અને શહેરના ભાજપના નેતાઓને તેમની કામગીરીને લઈને ખખડાવ્યા હતા. તેમણે આ દરમિયાન નેતાઓને કહ્યું કે તમે મતદારોને મળ્યા જ નથી, માત્ર જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે.
આ સાથે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ કહ્યું કે તમારી કામગીરીથી હું સંતુષ્ટ નથી અને બધુ જ જાણું છું. ત્યારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વડોદરાના ભાજપના નેતાઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી નાખી છે.
આ સાથે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કહ્યું કે, શહેરમાં યોગ્ય રીતે કામકાજ થતુ નથી. તેમજ તેમની કામગીરીમાં અભાવ દેખાતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ બેઠક રવિવારે મોડી રાતે લેવાઈ હતી. જેમાં શહેર ભાજપ સંગઠનના પ્રમુખ , મંત્રીઓ અને સાંસદ , ધારા સભ્યો અને પાલિકાના હોદ્દેદારો અને પ્રભારીયો , સંયોજકો અને વિસ્તારકો પણ હાજર રહ્યા હતા, ત્યારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ બધાને વડોદરા શહેરમાં તેમની કામગીરીને લઈને ખખડાવ્યા હતા.
વડોદરા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીએ ભાજપ નેતાઓને ખખડાવી તેમની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા હતા. બી. એલ. સંતોષે શહેર અને જિલ્લાના ભાજપ નેતાઓને ઝાટકી નાખી હતી જે બાદ હવે ભાજપ નેતાઓની કામગીરી પર મોટા સવાલો ઉભા થયા છે.