NEETની પરીક્ષામાં ગેરરીતિ કેસમાં વડોદરાની રોય ઓવરસીઝમાં કરાયુ સર્ચ, મહત્વના દસ્તાવેજ કબ્જે લઇ ઓફિસ સીલ કરાઇ, જુઓ Video
ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિનો મામલામાં વડોદરામાં મોડી રાત્રે ગોધરા પોલીસે રોય ઓવરસીઝમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ. પોલીસે મહત્વના દસ્તાવેજ કબ્જે લઇ ઓફિસ સીલ કરી દીધી છે, ત્યારે રોય ઓવરસીઝના સંચાલક પરશુરામ રોય સામે ગુનો નોંધાયો છે.
ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિનો મામલામાં વડોદરામાં મોડી રાત્રે ગોધરા પોલીસે રોય ઓવરસીઝમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ. પોલીસે મહત્વના દસ્તાવેજ કબ્જે લઇ ઓફિસ સીલ કરી દીધી છે, ત્યારે રોય ઓવરસીઝના સંચાલક પરશુરામ રોય સામે ગુનો નોંધાયો છે.
રોય ઓવરસીઝના સંચાલક પરશુરામ રોયની વડોદરા અને મુંબઈમાં કન્સલટન્સી છે. પરશુરામ રોય મેડિકલ એડમિશનનું માર્ગદર્શન આપે છે. છેલ્લા 20 વર્ષથી પરશુરામ રોય કન્સલટન્સી ચલાવી રહ્યો છે. નીટની પરીક્ષાના ચોરી કાંડમાં પરશુરામે વિદ્યાર્થીઓના નામો મોકલાવ્યા હતા.હવે વડોદરા SOG એ પરશુરામ રોયને ગોધરા પોલીસને સોંપ્યો છે.
NEETની પરીક્ષામાં ચોરી કેસમાં જલારામ શાળાના શિક્ષક અને મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટને ત્વરીત અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. તુષાર ભટ્ટ ગોધરાની જય જલારામ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. પરીક્ષામાં ગેરરિતીના ખુલાસા બાદ કરાયેલી તપાસમાં તુષાર ભટ્ટની ગાડીમાંથી રૂપિયા 7 લાખ રોકડા મળ્યા હતા.
આ પણ વાંચો-આજનું હવામાન : આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી પડશે, ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની આગાહી, જુઓ વીડિયો
જોકે જલારામ શાળાના ચેરમેને તુષાર ભટ્ટ સામે થયેલા આરોપો ફગાવ્યા છે. સાથે જ દાવો કર્યો કે નીટની પરીક્ષામાં ગેરરીતિ થવાની કોઇ શક્યતા જ નથી. દીક્ષિત પટેલનું માનવું છે કે, પરીક્ષા સમયે જ નહીં, પરંતુ પરીક્ષા બાદ પણ કોઈપણ સંજોગોમાં ચોરી થઈ શકે એમ જ નથી. જોકે તેઓએ પરીક્ષાના દિવસે 7 લાખ રૂપિયા મળ્યાની વાતને સ્વીકારી હતી.
મહત્વનું છે કે પંચમહાલના ગોધરામાં લેવાયેલ NEETની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ સામે આવતા ગુજરાતભરમાં ચકચાર મચી ગઈ છે. ગોધરામાં પરવડીની જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ લઈ ચોરી કરાવવામાં આવી હોવાની માહિતી મળી છે. આ અંગે બાતમીના આધારે જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.