આજનું હવામાન : રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા આ જિલ્લામાં તાપમાનમાં થશે ઘટાડો, જુઓ વીડિયો

આજનું હવામાન : રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા આ જિલ્લામાં તાપમાનમાં થશે ઘટાડો, જુઓ વીડિયો

| Updated on: Apr 16, 2024 | 9:53 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં આગામી 24 કલાક છુટો છવાયા વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં આગામી 24 કલાક છુટો છવાયા વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજસ્થાન પર બન્યુ છે લો પ્રેશર

આ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકા અને જામનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન ઉપર બનેલા લો પ્રેશરના કારણે વરસાદ પડી શકે છે. આવતીકાલે એટલે 17 તારીખે રાજ્યમાં 1- 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે.

જાણો કયા જિલ્લામાં કેટલુ તાપમાન રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અરવલ્લી, ડાંગ, ગાંધીનગર, મહીસાગર, મોરબી, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

આ ઉપરાંત ભાવનગર, દાહોદ,દેવભૂમિ દ્વારકા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, ખેડા, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">