Rajkot Video : ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રુપાલા 16 એપ્રિલે સભા યોજી ભરશે ઉમેદવારી ફોર્મ
પરશોત્તમ રુપાલાનો વિરોધ રાજ્યભરમાં થઈ રહ્યો છે. જેના પગલે ક્ષત્રિય સમાજ દ્વારા અનેક જિલ્લાઓ અને શહેરોમાં ભાજપના આગેવાનોના પ્રવેશ પ્રતિબંધ લગાવતા પોસ્ટર લગાવ્યા છે. તેની વચ્ચે રુપાલાએ ઉમેદવારી ફોર્મ નોંધવાની તારીખ જાહેર કરી છે.
લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યાં પરશોત્તમ રુપાલાનો ગુજરાતભરમાં દિવસે દિવસે વિરોધ વધી રહ્યો છે. તે વચ્ચે રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી છે. ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા 16 એપ્રિલના રોજ બહુમાળી ચોક ખાતે સભા કરીને ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સભાના આયોજનને લઈને પણ તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં પરશોત્તમ રુપાલાનો વિરોધ દિવસે દિવસે વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજના લોકોએ ગાંધીનગર, છોટા ઉદેપુર,સુરત સહિતના જિલ્લાઓમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા છે.
Latest Videos