DJની આડમાં દારુનો ધંધો! સ્પિકરમાં સંતાડી હતી બોટલો, વડોદરા PCBએ દરોડો પાડતા ખુલી પોલ

DJની આડમાં દારુનો ધંધો! સ્પિકરમાં સંતાડી હતી બોટલો, વડોદરા PCBએ દરોડો પાડતા ખુલી પોલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2024 | 5:08 PM

ગુજરાતમાં દારુની હેરફેર માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે. વડોદરામાં બુટલેગરોએ ડીજે સાઉન્ડના સ્પિકરના બોક્સમાં સંતાડેલો અને ઘરની દિવાલો સહિત બનાવેલા ગુપ્ત ખાનાઓમાં સંતાડેલ દારુનો જથ્થો મળી આવ્યો હતો. PCBએ દરોડો પાડતા બુટલેગરોના કિમિયાને નિષ્ફળ બનાવીને કાર્યવાહી કરી છે.

બુટલેગરો દારુની હેરફેર કરવા અને તેનો સંગ્રહ કરવા માટે અનવનવા કિમિયા અપનાવતા હોય છે. આવી જ રીતે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં બુટલેગરોએ દારુનો સંગ્રહ કર્યો હોવાની વિગતો મળવાને લઈ PCBએ દરોડો બાતમી આધારે પાડ્યો હતો. પોલીસે ડીજેની આડમાં દારુનો વેપલો કરાતો હોવાનું ઝડપી લઈને કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: બેરણામાં વિશાળ શિવ પ્રતિમા સમક્ષ સવા મણ રુના દિવાની જ્યોત પ્રગટાવાઈ

ફતેગંજ વિસ્તારમાં એક મકાનમાં PCBએ દરોડો પાડતા ડીજે સ્પિકરમાં સંતાડેલો દારુ મળી આવ્યો હતો. આ ઉપરાંત ઘરની દિવાલો સહિતમાં બનાવેલા ગુપ્તા ખાનાઓને પણ પોલીસે શોધી નિકાળ્યા હતા અને જેમાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગર પ્રદીપની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે પવન, રવિ અને મહિડા નામના શખ્શોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">