Surat : માંગરોળના બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજે ઉજવ્યો પિલવણી ઉત્સવ, જુઓ Video

Surat : માંગરોળના બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજે ઉજવ્યો પિલવણી ઉત્સવ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2024 | 2:40 PM

સુરતના માંગરોળ ,ઉમરપાડા તેમજ માંડવી તાલુકાના આદિવાસી સમાનજના લોકોએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. આવનાર વસંત ઋતુમાં સારો ખેતીનો પાક થાય તે માટે આ ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવ અખાત્રીજ પછીની પાંચમના દિવસે આ ઉત્સવ ઉજવવામાં આવે છે.

સુરતમાં માંગરોળના બણભા ડુંગર ખાતે પિલવણી ઉત્સવ ઉજવાયો છે. સુરતના માંગરોળ ,ઉમરપાડા તેમજ માંડવી તાલુકાના આદિવાસી સમાનજના લોકોએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. આવનાર વસંત ઋતુમાં સારો ખેતીનો પાક થાય તે માટે આ ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવ અખાત્રીજ પછીની પાંચમના દિવસે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. આદિવાસી લોકોની સંસ્કૃતિમાં પિલવણી ઉત્સવમાં જોવા મળે છે.

મોટી સંખ્યામાં આદિવાસી લોકો જોડાયા

માંગરોળના ઓગણીશામાં બણભા ડુંગર ખાતે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. માંગરોળ ,માંડવી તેમજ ઉમરપાડા તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં અહીં એકત્રિત થાય છે. ડુંગર દેવના થાનક પર પ્રકૃતિને લગતી વસ્તુઓ ભેટ સ્વરૂપ ચઢાવે છે.ઉત્સવ ઉજવવા પાછળનો મુખ્ય આશય દેવતાઓને સારી ઉપજ માટે પ્રાર્થના કરવાનો હોય છે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો જોડાતા હોય છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">