Ahmedabad : પીરાણા પોલીસ છાવણીમાં ફેરવાયુ, ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ, જુઓ Video
અમદાવાદમાં પીરાણામાં ધાર્મિક સ્થળ પર ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં પથ્થરમારો થયો હતો. વિવાદ બાદ મામલો વધુ બિચકાતા પીરાણા ગામમાં પોલીસના ધાડેધાડા ઉતરી ગયા છે.
અમદાવાદમાં પીરાણામાં ધાર્મિક સ્થળ પર ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં પથ્થરમારો થયો હતો. વિવાદ બાદ મામલો વધુ બિચકાતા પીરાણા ગામમાં પોલીસના ધાડેધાડા ઉતરી ગયા છે. પરંતુ હાલમાં પીરાણામાં શાંતિનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ જિલ્લા પોલીસનો પીરાણામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અસલાલી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામ – સામે ફરિયાદ નોંધાવી છે.
અસલાલી પોલીસે 35 લોકોની ધરપકડ કરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એક પક્ષના 18 લોકો અને બીજા પક્ષના 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હત્યાનો પ્રયાસ, ધાર્મિક લાગણી દુભાવી સહિતની ગંભીર કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.
Published on: May 09, 2024 02:13 PM
Latest Videos