Lok Sabha Election 2024 : PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર, જાણો શું કહ્યું
પીએમ મોદીએ કહ્યુ કે આજે સૂક્ષ્મદર્શક યંત્ર લઈને જોતા પણ કોંગ્રેસ ક્યાંય દેખાતી નતી. કોંગ્રેસના સહજાદા સંવિધાન માથે મુકીને નાચે છે પણ સંવિધાનની ગરીમા જળવાય તેવા કયા કામ કર્યા છે આ સાથે પીએમ મોદીએ કોંગ્રેસને ત્રમ મોટા પડકાર આપ્યાં છે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે ગઇકાલે ડીસા અને હિંમતનગરમાં પ્રચંડ પ્રચાર પછી વડાપ્રધાન આજે આણંદ પહોચ્યાં છે જ્યાં જંગી સભા સંબોધી રહ્યા છે. પીએમ મોદીએ આ દરમિયાન કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
વડાપ્રધાને આણંદમાં જનસભા સંબોધતા કહ્યુ કે, આઝાદીના 100 વર્ષે ભારત વિકસિત ભારત હોવુ જોઇએ. આણંદ-ખેડાવાળાને સમજાવવુ નહીં પડે કે વિકસિત ગુજરાત કેવુ હશે, કેમ કે તેમણે આખી દુનિયા જોયેલી છે.તેમણે કહ્યુ કે 140 કરોડ જનતાના સપના પુરા કરવા મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઇએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદારની ભૂમિ પરના આશીર્વાદ મળે ત્યારે ચાર ચાંદ લાગી જાય છે.
હું આણંદની ધરતી પર આશીર્વાદ માગવા આવ્યો
પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયુ- PM મોદી
વડાપ્રધાને કહ્યુ કે પહેલા પાકિસ્તાનના નામની જ દેશમાં ચર્ચા થયા કરતી. આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયુ છે. જે દેશ ક્યારેક આતંકી એક્સપોર્ટ કરતા હતા તે લોટના ઇમ્પોર્ટ માટે હવે દર દર ભટકે છે. જેના હાથમાં બોમ્બ અને ગોળા હોતા હતા, તેના હાથમાં આજે ભીખ માગવાના કટોરા છે.
પીએમ મોદીએ કોંગ્રેસને લીધી આડેહાથ
વડા પ્રધાન મોદીએ આણંદના વિદ્યાનગરમાં પ્રચાર કરતા કહ્યું હતુ કે કોંગ્રેસે 60 વર્ષથી ઓબીસીને , એસ સી અને એસ ટીને છેતર્યા છે. આ સાથે પીએમ મોદીએ કહ્યુ કે આજે સૂક્ષ્મદર્શક યંત્ર લઈને જોતા પણ કોંગ્રેસ ક્યાંય દેખાતી નતી. કોંગ્રેસના સહજાદા સંવિધાન માથે મુકીને નાચે છે પણ સંવિધાનની ગરીમા જળવાય તેવા કયા કામ કર્યા છે આ સાથે પીએમ મોદીએ કોંગ્રેસને ત્રણ મોટા પડકાર આપ્યાં છે.
વડાપ્રધાનના કોંગ્રેસને ત્રણ મોટા પડકાર
1. પીએમ મોદીએ કોંગ્રેસને અને તેના સમર્થકોને મોટો પડકાર આપ્યો છે પીએમ એ કહ્યું કે કોંગ્રેસ ગેરંટી આપે કે તે સંવિધાન બદલીને ધર્મના આધાર પર મુસલમાનોને આરક્ષણ નહીં આપે,અને દેશના ભાગલા નહીં પડવા દેય.
2. બીજો પડકાર આપતા પીએમ એ કહ્યું કે કોંગ્રેસ એ સુનિશ્ચિત કરે કે SC, ST, OBCને મળનારા આરક્ષણના અધિકારને નહીં છીનવે.
3. છેલ્લો પડકાર આપતા પીએમ મોદીએ મોટી વાત કરી કે જે જે રાજ્યમાં કોંગ્રેસ અને તેમના સાથીઓની સરકાર છે, ત્યાં ક્યારેય વોટબેંકની ગંદી રાજનીતિ નહીં કરે અને બેકડોરથી OBCનો કોટા કાપીને મુસલમાનોને આરક્ષણ નહીં આપે. આ કહી છે પીએમ એ કોંગ્રેસને મોટો પડકાર આપ્યો છે.