Banaskantha Video : હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી, 8 ડિગ્રી નીચુ રહેશે તાપમાન, જાણો કેમ
લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ત્રીજા તબક્કાના મતદાન માટે આજે PM મોદી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરશે.વડાપ્રધાન મોદી ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા ગજવશે.
લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે ત્રીજા તબક્કાના મતદાન માટે આજે PM મોદી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરશે.વડાપ્રધાન મોદી આજથી ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા ગજવશે. ડીસામાં જંગી જાહેર સભાને સંબોધી શરૂઆત કરવાના છે. સભામાં જનતાને ગરમી ન લાગે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરાઈ છે.
સભામાં શું વિશેષ વ્યવસ્થા રહેશે ?
વડા પ્રધાન મોદીની સભાના પગલે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સભા બપોરના સમયે હોવાથી કેટલીક વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.જેમાં ગરમીથી ઠંડક રહે તે માટે સભા મંડપમાં મિસ્ટીંગ કુલીંગ સિસ્ટમ લગાવાઈ છે. જેમાં ફુવારા દ્વારા પ્રેસરથી પાણીનો છંટકાવ થશે. આ ઉપરાંત સભા મંડપમાં 100 જેટલા જમ્બો કુલર લગાવાશે.જેથી બહાર કરતા મંડપની અંદરનું તાપમાન 8 ડિગ્રી જેટલું નીચું રહેશે.
મેડિકલ ટીમ પણ ખડેપગે રહેશે
આ ઉપરાંત આરોગ્યની 10 ટીમો મેડિકલ ઓફિસર સાથે તૈનાત કરાઈ છે. જેમાં પેરા મેડિકલ સ્ટાફ સાથે 10 એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત રહેશે. જ્યારે 108ની છ ઈમરજન્સી વાન સભા સ્થળે ઉપસ્થિત રહેશે. આ સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવાઈ છે.