લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે તમામ 26 પૈકી 25 બેઠકો પર મતદાન થવાનુ છે ત્યારે ગુજરાતના ચૂંટણી રણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે. પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલી સંબોધિત કરશે. લીમખેડામાં પીએમ મોદીની જનસભાનું આયોજન કરાયુ છે.
પીએમ મોદી પંચમહાલ અને દાહોદના ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે. પીએમ મોદી પંચમહાલ લોકસભના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાનના આગમનને પગલે જિલ્લા ભાજપ અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરૂ દેવાઈ છે. 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસ હોવાથી પીએમ મોદીની આ મુલાકાત ઘણી સૂચક ગણાઈ રહી છે.
આ અગાઉ પીએમ મોદી 12 માર્ચે અમદાવાદ ગાંધી આશ્રમના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત આવ્યા હતા. આ દરમિયાન તેમણે હજારો કરોડના વિકાસકામોની ભેટ, દ્રારકા, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરને આપી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:09 pm, Mon, 22 April 24