Rajkot Video:  BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાયવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ

Rajkot Video: BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાયવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2024 | 11:42 AM

રાજકોટ સહિત રાજ્યમાં ગરમીની સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં રાજકોટમાં BRTS અને ઈલેક્ટ્રીક સીટી બસના ડ્રાઈવરોએ હડતાલ પાડી છે. જેના પગલે 75થી વધુ બસના ડ્રાઈવરે હડતાલ કરતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

રાજકોટમાં BRTS અને ઈલેક્ટ્રીક સીટી બસના ડ્રાયવરોએ હડતાલ પાડી છે. 75 જેટલી બસોના પૈડા થંભી ગયા છે. પગાર નિયમીત અને ફિક્સ તારીખે પગાર કરવાની માગ કરી છે. હાલમાં બસના ડ્રાયવરને અનિયમીત રીતે પગાર કરવામાં આવી રહ્યો છે. જેના પગલે આ હડતાળ કરવામાં આવી રહી છે.

એજન્સી અને RMC પગાર મુદ્દે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યાં હોવાનું સામે આવ્યુ છે. રાજકોટમાં છેલ્લી 4 કલાકથી સિટી બસ સેવા બંધ છે. જો કે કંપની અને કોન્ટ્રાકર દ્રારા ડ્રાયવરોને સમજાવવાના પ્રયત્નો શરુ કરવામાં આવ્યો છે. બસની હડતાલ થતા રાજકોટવાસીઓને મુશ્કેલી પડી રહી છે. લોકોને ગરમીમાં સફર કરવામાં પણ હાલાકીનો સામનો કરવો પડે છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">