સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર શોભના બારૈયાએ પ્રચારના કર્યા શ્રીગણેશ, જુઓ
પ્રાથમિક શિક્ષિકા શોભના બારૈયાએ હવે ચૂંટણીના મેદાનમાં ઉતરતા જ હવે ચૂંટણી પ્રવાસ અને પ્રચાર શરુ કર્યા છે. પ્રચારની શરુઆત અરવલ્લી જિલ્લાથી કરી છે અને મોડાસામાં જિલ્લા ભાજપના કાર્યકરોની સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ સાકરીયા હનુમાન દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. પ્રાથમિક શિક્ષિકા શોભના બારૈયાએ હવે ચૂંટણીના મેદાનમાં ઉતરતા જ હવે ચૂંટણી પ્રવાસ અને પ્રચાર શરુ કર્યા છે. પ્રચારની શરુઆત અરવલ્લી જિલ્લાથી કરી છે અને મોડાસામાં જિલ્લા ભાજપના કાર્યકરોની સાથે બેઠક યોજી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ અને લોકસભા બેઠકના સંયોજક સહિત મહત્વના આગેવાનો જોડાયા હતા. ત્યારબાદ સાકરીયા હનુમાન દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
શોભના બારૈયાએ આ દરમિયાન અરવલ્લી જિલ્લામાં રાજ્યના અન્ન અને નાગરીક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમારની મુલાકાત લીધી હતી. સાથે જ મોડાસા નગરપાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત મહત્વના આગેવાનોની મુલાકાત કરી હતી. શોભનાબેને પાંચ લાખની લીડથી વિજયની આશા સાથે જ પ્રચારનો ધમધમાટ શરુ કર્યો હતો. તેમના પ્રચાર કાર્યમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઇ હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો