સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર ભાજપ અને કોંગ્રેસનો ધમધમાટ રવિવાર સાંજથી શાંત પડી જશે. હવે માત્ર મુલાકાતો ઉમેદવાર અને તેમના ટેકેદાર કરી શકશે. જોકે જાહેર સભાઓ અને પ્રચાર સભાઓ હવે શાંત પડી જશે. આ દરમિયાન રવિવારે હિંમતનગર શહેરમાં જબરદસ્ત વિશાળ રેલી ભાજપ દ્વારા યોજવામાં આવી હતી.
ભાજપ અને કોંગ્રેસે છેલ્લા કેટલાક દિવસથી પ્રચાર કાર્યનો ધમધમાટ કરી મુક્યો હતો. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળતો હતો. આ દરમિયાન જાહેર સભાઓ અને પ્રચાર સભાઓ પણ યોજવામાં આવી હતી. જોકે પ્રચારના અંતિમ દિવસે ભાજપે ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચાર માટે વિશાળ રેલી યોજીને પ્રચારનો અંત કર્યો હતો.
હિંમતનગર શહેરમાં વિશાળ બાઈક અને વાહન રેલી યોજવામાં આવી હતી. જાણીતા લોક કલાકારોની ઉપસ્થિતી સાથે લાઈવ ડીજે વડે હિંમતનગર શહેરમાં રેલી યોજવામાં આવી હતી. કેનાલ ફ્રન્ટથી નિકળીને શહેરના ટાવર ચોક, મોતિપુરા, મહાવીરનગર, છાપરિયા અને મહેતાપુરા સહિતના વિસ્તારમાં રેલી યોજાઈ હતી. ધારાસભ્ય અને નગરપાલિકાના કોર્પોરેટર તથા ભાજપના આગેવાનો રેલીમાં જોડાયા હતા. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારે બેઠક વિસ્તારમાં સંપર્ક પ્રવાસ કરીને પ્રચાર કાર્ય કર્યું હતું.
આ પણ વાંચો: શેના આાધારે હવામાન નિષ્ણાંતો કરે છે આગાહી? જાણો પૂર્વાનુમાન કેવી રીતે થાય છે