તાપી વીડિયો : તાપી પોલીસ દ્વારા ચેક પોઈન્ટ ઉભા કરાયા, મહારાષ્ટ્રમાંથી આવતા વાહનોનું કડક ચેકિંગ
લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યની તમામ બોર્ડર પર ચેકીંગ વધારી દેવાયું છે. મહારાષ્ટ્રને અડીને આવેલ તાપી જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. વિવિધ ચેક પોઈન્ટ બનાવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા વાહનોની તપાસ હાથ ધરાઈ છે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યની તમામ બોર્ડર પર ચેકીંગ વધારી દેવાયું છે. મહારાષ્ટ્રને અડીને આવેલ તાપી જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. વિવિધ ચેક પોઈન્ટ બનાવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા વાહનોની તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી જાહેરનામુ બહાર પડ્યા બાદ અત્યારસુધીમાં તાપી પોલીસ દ્વારા 25 લાખથી વધુનો પ્રોહીબિશનનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સાથે અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ જ પ્રકારની ચેકીંગ પોસ્ટ દાહોદમાં પણ શરુ કરવામાં આવ્યા છે.
Latest Videos