Surat Video : ઉધાનામાં આવેલી લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં બિલ્ડીંગનો સ્લેબ ધારાશાયી, એકનું મોત
સુરતના ઉધાના ખાતે આવેલી લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં બિલ્ડીંગનો સ્લેબ ધારાશાયી થયો છે. મળતી માહિતી અનુસાર બાંધકામ દરમિયાન આ દુર્ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ. તેમજ 2 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.
રાજ્યમાં ઘણીવાર મકાન કે બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયીની ઘટના બનતી હોય છે. જેમાં અનેક લોકો જીવ ગુમાવે છે. ત્યારે આવી જ ઘટના સુરતના ઉધનામાં બની છે. ઉધાના ખાતે આવેલી લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં બિલ્ડીંગનો સ્લેબ ધારાશાયી થયો છે. મળતી માહિતી અનુસાર બાંધકામ દરમિયાન આ દુર્ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ. તેમજ 2 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા સુરત ફાયર વિભાગે પણ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી હતી.
ભરુચમાં શોપિંગ સેન્ટરની ગલેરી ધરાશાયી થઈ હતી
બીજી તરફ આ અગાઉ ભરૂચ શહેરના સ્ટેશનરોડ વિસ્તારમાં આવેલા રંગોલી શોપિંગ સેનેટરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની હતી. સામાન્ય દિવસોમાં આ શોપિંગ સેન્ટર ખુબ વ્યસ્ત રહેતું હોય છે. પરંતુ રજાના દિવસે ગેલેરી ધરાશાયી થતા જાનહાની ટળી હતી.
Latest Videos