આજનું હવામાન : રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે.પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળી શકે છે. આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે અકળામણ રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે. પવનની દિશા બદલાતા ગરમીથી રાહત મળી શકે છે. આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારાનો અનુભવ થઇ શકે છે. અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, બોટાદ, નર્મદા,તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, ભરુચ, ભાવનગર, છોટાઉદેપુર, જુનાગઢ, ખેડા,મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
વલસાડ, પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સાબરકાંઠા, મહેસાણા, મોરબી સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.