સુરત વીડિયો : ચૂંટણીના ચાર દિવસ પહેલા ભાજપમાં ભરતી મેળો યોજાયો, 100 થી વધુ કોંગી કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો

સુરત વીડિયો : ચૂંટણીના ચાર દિવસ પહેલા ભાજપમાં ભરતી મેળો યોજાયો, 100 થી વધુ કોંગી કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો

Baldev Suthar
| Edited By: | Updated on: May 03, 2024 | 2:23 PM

સુરત : મતદાનના 4 દિવસ પહેલા સુરત ભાજપમાં ભરતી મેળો યોજાઈ ગયો હતો.  સુરતના વોર્ડ નં: 3, 16, 17ના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. 100થી વધુ કાર્યકર્તાઓએ વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપનો ખેસ પહેર્યો હતો.શિક્ષણપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની હાજરીમાં કોંગી કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતા. 

એકતરફ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ બેઠક ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે તો બીજી તરફ કોંગી ઉમેદવાર સામે કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિલેશ કુંભની ગાયબ થઇ જતા રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો તો સાથે તેમની વિરુદ્ધ શહેરમાં પોસ્ટરો પણ લાગ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી હવે પક્ષ સાથે છેડો ફાડવા સુધી દેખાઈ રહી છે.

આ પણ વાંચો : સુરત : નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ કાર્યકરોમાં રોષ યથાવત, “ઠગ ઓફ સુરત”ના લખાણ સાથે બેનર લગાવ્યા, જુઓ વીડિયો

Published on: May 03, 2024 02:18 PM
g clip-path="url(#clip0_868_265)">