Botad Video : ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી, ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

Botad Video : ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી, ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2024 | 4:57 PM

બોટાદના ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટ્રસ્ટના વહીવટના પાંચ વર્ષ પૂર્ણ થતાં ટ્રસ્ટની સ્કીમ મુજબ ટેમ્પલ બોર્ડ આવતીકાલે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી કુલ 6 બેઠકની યોજાવાની છે આ ચૂંટણીમાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

જેમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 5 DYSP, 8 PI, 14 PSI, 260 પોલીસ અને 200 જેટલા હોમગાર્ડ જીઆરડી જવાનોનો બંધોબસ્ત ગોઠવાયો છે. ગઢડા મંદિરમાં 25,197 મતદારો અને સાધુ વિભાગમાં 132 પાર્ષદ વિભાગ અને 76 મતદારોનો સમાવેશ થાય છે.તેમજ ચૂંટણી માટે ટોટલ 31 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

બીજી તરફ બોટાદ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મુકેશ હિહોરીયા, ગઢડા શહેર પ્રમુખ ચંદ્રકાંત લાઠીગરા, શહેર ભાજપ મહામંત્રી હમીર લાવડિયા, વીએસપી પ્રમુખઅર્જુન રાજ્યગુરુએઆચાર્ય પક્ષને સમર્થનમાં આવીને તેમને મત આપવાની અપીલ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">